ફિટમેન રોહિત શર્માનો બસમાંથી ઉતરતા સમયે પગ લપસ્યો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. સદભાગ્યે તેને કોઈ ઈજા થઈ નથી. આ દરમિયાન વિરાટ કોહલી જે નીચે ઊભો હતો, તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર રોહિત શર્માના બસમાંથી પડવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હિટમેન બસમાંથી નીચે ઉતરતી વખતે પગથિયાં પરથી લપસી જાય છે અને નીચે પડે છે. ઘટનાસ્થળે હાજર એક પોલીસ અધિકારી અને કેટલાક સ્ટાફ સભ્યોએ તાત્કાલિક મદદ કરી અને રોહિત શર્માને ઊભા કરવામાં મદદ કરી. સદભાગ્યે, રોહિતને કોઈ ઈજા થઈ નથી. કેટલાક ખેલાડીઓ પહેલાથી જ નીચે ઉતરી ચૂક્યા હતા અને ભારતીય ટીમની જીતની ઉજવણી કરવા માટે હોટેલનો સ્ટાફ બહાર ઊભો હતો. બધા તાળીઓ પાડી રહ્યા હતા, પરંતુ વિરાટ કોહલીનું ધ્યાન રોહિત શર્મા તરફ ગયું. તે પાછળ ફરીને રોહિતને જોઈ રહ્યો હતો.