ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર, અનિયમિતતાઓ અને ગેરકાયદેસર સબ-લેટિંગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, વિપક્ષી નેતાઓ દ્વારા તંત્ર અને શાસકોની મિલીભગતથી ચોક્કસ એજન્સીને કરોડો રૂૂપિયાના કામો ફાળવવામાં આવ્યા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યારે સામે પક્ષે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કૌભાંડ અને ગેરરીતિના મુખ્યા મુદ્દાઓમાં 173 કરોડના નવા કામો ચોક્કસ એજન્સીને આપવાનો ખેલ છે, ‘વ્રજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ નામની વિવાદાસ્પદ એજન્સીને 628 EWS આવાસો અને 49 દુકાનોનું રૂૂ.72.32 કરોડનું કામ રૂૂ.76.29 કરોડમાં ફાળવવા તેમજ PMAY 2.0ના રૂૂ.101 કરોડના કામો 860 ફ્લેટ અને દુકાનો પણ ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે પૂર્વઆયોજિત હોવાનો આક્ષેપ છે.
