Site icon Gujarat Mirror

અક્ષય અને સૈફ અલી ખાનની ‘હેવાન’નો ફર્સ્ટ લૂક જાહેર

વર્ષ 2026ની અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બીજી ફિલ્મ થ્રિલર ફિલ્મોમાંની એક ’હૈવાન’નો ફર્સ્ટ લૂક આખરે જાહેર કરવામાં આવ્યો છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનો પ્રથમ લૂક જ દર્શાવે છે કે ’હૈવાન’ દર્શકોને એક સસ્પેન્સથી ભરપૂર અને રોમાંચક સિનેમેટિક અનુભવ કરાવશે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ઉપરાંત બોમન ઈરાની, સૈયામી ખેર અને શ્રિયા પિલગાંવકર પણ મહત્વના રોલમાં જોવા મળશે. મજબુત સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ લૂક શેર કરતા પહેલા અક્ષયે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ’બહુત હસા લિયા.

અબ કલ સે હૈવાનિયત શુરુ.’ પછી અક્ષય અને સૈફના ડાર્ક લૂકના પોસ્ટર શેર કર્યા છે. વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈ ફેન દ્વારા નિર્મિત આ ફિલ્મ KVN પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ વર્લ્ડવાઇડ રિલીઝ કરવાની જાહેરાત કરી છે.

Exit mobile version