ગુજરાત
ગુજરાતમાં અગ્નિવીરોનેે હથિયારધારી પોલીસ-SRP ભરતીમાં પ્રાથમિકતા અપાશે
રાજય સરકાર દ્વારા જાહેરાત કરાઇ, અનામત કવોટાની વિચારણા
CM ભૂપેન્દ્ર પટેલે ડ પર પોસ્ટ મુકીને અગ્નિવીર યોજનાને લઇ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે સરકારી નોકરીઓમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. સશસ્ત્ર પોલીસ અને ની ભરતીમાં ગુજરાતમાં અગ્નિવીરોનેે હથિયારધારી પોલીસ-SRP ભરતીમાં પ્રાથમિકતા અપાશેઅગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે.આ સાથે ભરતીમાં અગ્નિવીરો માટે અનામત કોટાની પણ શક્યતા છે.
જ્યારથી મોદી સરકાર ત્રીજી વાર કેન્દ્રમાં આવી છે, ત્યારથી વિપક્ષ દ્વારા સતત સરકાર પર અનેક મુદ્દે પ્રહારો કરવામાં આવી રહ્યા છે. તેવામાં ખાસ કરીને અગ્નિવીર યોજનાને લઈને વિપક્ષ હમેશા ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની માગ છે કે, અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવે. ત્યારે હવે ગુજરાત સરકાર તરફથી પણ અગ્નિવીર યોજનાને લઈને મોટી જાહેરાત કરાઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વિટ અનુસાર, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના સંબંધમાં વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમ પાયાવિહોણા છે અને નિંદનિય પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના તથા આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં કેટલાય નવા રિફોર્મ્સ થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે.
ઈખ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું હતું કે, અગ્નિવીરોના કારણે ભારતીય સેના વધારે યુવાન બનશે. આ યોજના દેશમાં એવા જાંબાજ યુવાનોને તૈયાર કરશે, જે સેનામાં પોતાની સેવા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે. ગુજરાત સરકાર અગ્નિવીરોને આર્મ્ડ પોલીસ અને એસઆરપીની ભરતીમાં પ્રાધાન્યતા આપશે.