ગુજરાત
કલ્યાણજી વિસ્તારમાં મકાનમાં બાટલો લીક થતા આગનું છમક્લું
જામનગરમાં કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાના રહેણાંક મકાનમાં આજે સવારે રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગનું છમલું થયું હતું.જામનગરમાં કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા કમળાબેન ચમનલાલ ગૌતમી નામના વ્રદ્ધ મહિલાના રહેણાક મકાનમાં આજે સવારે 7 વાગ્યા ને 22 મીનીટે રાંધણ ગેસનો બાટલો લીક થયો હતો, અને આગની જ્વાળાઓ દેખાઈ હતી.
જેથી તો તુરત જ ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગ બુજાવી હતી, અને રાંધણ ગેસનો બાટલો સહી સલામત બહાર કાઢી દીધો હતો. જેથી વૃદ્ધ મહિલાએ હાશકારો અનુભવ્યો હતો.