જામનગરના જિલ્લા પોલીસ વડાના બંગલાના ગાર્ડનમાં આગ લાગી

જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના બંગલા ના ગાર્ડનના પાછળના ભાગમાં નારીયેળીના ઝાડમાં સાંજે સવાસાત વાગ્યે અકસ્માતે આગ લાગી હતી, અને…

જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના બંગલા ના ગાર્ડનના પાછળના ભાગમાં નારીયેળીના ઝાડમાં સાંજે સવાસાત વાગ્યે અકસ્માતે આગ લાગી હતી, અને 25 ફૂટ ઊંચા ઝાડમાં એક સૂકી ડાળી સળગવા લાગી હતી. જે આગના ની જ્વાળા આસપાસના વિસ્તારમાં જોવા મળી હતી, અને ત્યાંથી પસાર થનારા નાગરિકોએ તેનો વિડીયો બનાવ્યો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં તુરતજ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. જો કે આગને કારણે કોઈ નુકસાની થઈ ન હતી.