Site icon Gujarat Mirror

80 ફૂટ રોડ પર કેબિનમાં આગ ભભૂકી

શહેરના 80 ફુટ રોડ પર માધવ હોલ પાસે કેબીનમાં ગઇકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બિગ્રેડનો સ્ટાફ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગો હતો. અને પાણી તથા ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કેબીનમાં રહેલો સામાન બળીને ખાક થઇ ગયો હતો. જો કે આગમાં કોઇ જાનહાની થઇ ન હતી. (તસવીર : મુકેશ રાઠોડ)

Exit mobile version