Site icon Gujarat Mirror

રાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં આગ, દવાના જથ્થાને નુકસાન

આગ લાગવાનું કારણ અકબંધ; મોટી જાનહાની ટળી

રાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક રીતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગ અને 112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગવાના કારણ અંગે હાલ અકબંધતા છે. જોકે, આગની ઘટનામાં બ્લોક હેલ્થ કચેરીમાં રહેલા દવાના જથ્થાને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version