ગુજરાત

સદર બજારમાં બેકરીના રો-મટિરિયલ્સની દુકાનમાં આગ ભભૂકી: 7 લાખનું નુકસાન

Published

on

વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગતા રો-મટિરિયલ્સ, કાઉન્ટર, એસી, ફ્રીઝ સહિતનો સામાન બળી ગયો: ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ આગ બુઝાવી

શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી બેકરીના રો-મટીરીયલ્સની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં દુકાનમાં રહેલી મટીરીયલ્સ, કાઉન્ટર, એસી, ફ્રીઝ સહીતનો સામાન બળીને ખાક થઇ જતા અંદાજે 7 લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ સદર બાજર મેઇન રોડ પર આવેલી વિનોદ બેકરી નામની બેકરીના રો-મટીરીયલ્સની દુકાનમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાંં આગ ભભુકી ઉઠી હતી. જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બિગ્રેડનો સ્ટાફ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી અંદાજે દોઢેક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આસપાસની દુકાનમાં આગ પ્રસરતા અટકાવી હતી. બીજી તરફ કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.


આગને પગલે દુકાનમાં રહેલું બેકરીનું રો-મટીરીયલ્સ, પ્લાસ્ટીકનો સામાન, કાઉન્ટર, એસી, ફ્રીઝ સહીતનો સામાન બળીને ખાક થઇ જતા અંદાજે 7 લાખનું નુકસાન થયાનું દુકાન માલકી નૈસદભાઇ કારીયાણીએ જણાવ્યું હતું. આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું જાણવા મળ્યું હતું. જો કે વહેલી સવારે દુકાન બંધ હોય ત્યારે આગ લાગતા કોઇ જાનહાની થઇ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version