સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પાવન પર્વે નીકળેલી ભવ્ય ’શિવજી કી સવારી’માં અચાનક વિવાદ સર્જાયો હતો. હજારો ભક્તોની હાજરી વચ્ચે કેટલાક યુવકો કોઈ કારણોસર અંદરોઅંદર બાખડ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે અચાનક શરૂૂ થયેલી આ મારામારીને કારણે આસપાસના લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.યુવકો વચ્ચે જામી ગ્રૂપ વોર મળતી માહિતી મુજબ, જ્યારે સવારી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ભીડમાં ઉભેલા કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને યુવકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો એકબીજા પર તૂટી પડ્યા હતા, જેને પગલે ઉત્સવના આનંદમાં ખલેલ પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓ અને પોલીસ જવાનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને ઝઘડો કરી રહેલા યુવકોને છૂટા પાડ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સુરક્ષા કર્મીઓની સમયસરની દરમિયાનગીરીને કારણે મામલો વધુ બિચકતા અટકી ગયો હતો અને સવારી આગળ ધપી હતી. કોઈ ગંભીર ઈજા નહીં, તપાસ શરૂૂપ્રાથમિક માહિતી અનુસાર, આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. જોકે, જાહેર માર્ગ પર અને આટલા મોટા ધાર્મિક પ્રસંગે બનેલી આ ઘટનાને તંત્રએ ગંભીરતાથી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના આધારે પોલીસ તોફાની તત્વોની ઓળખ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવા જાહેર ઉત્સવોમાં કોઈ વિઘ્ન ન સંતોષાય.

