રાજ્યભરમાં ચોમાસુ નજીક હોય, ચોમાસાના સમયમાં સામાન્યત: દરિયાના પાણીમાં ઉછાળ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં શનીવારે અરબી સમુદ્રના પાણીમાં ભારે પવનની સ્થિતિ વચ્ચે કરંટ જોવા મળ્યો હતો અને સામાન્ય કરતા સમુદ્ર વઘુ ઘુઘવતો જોવા મળ્યો હતો.શહેરના ગોમતી ઘાટ, સંગમનારાયણ મંદિર, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ સહિતના કાંઠાળા વિસ્તારોમાં દસથી બાર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. વીક-એન્ડની રજાઓમાં દ્વારકા આવેલા ભાવિકો તથા સહેલાણીઓ ઉછળતા મોજા સાથે સેલ્ફી તથા રીલ્સની મોજ લેતા જોવા મળ્યા હતા. (તસવીર: કુંજન રાડિયા)
દ્વારકાના દરિયાકિનારે ઉછળતા વિકરાળ મોજા
રાજ્યભરમાં ચોમાસુ નજીક હોય, ચોમાસાના સમયમાં સામાન્યત: દરિયાના પાણીમાં ઉછાળ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં શનીવારે અરબી સમુદ્રના પાણીમાં ભારે પવનની સ્થિતિ વચ્ચે કરંટ…
