આંતરરાષ્ટ્રીય

હિઝબુલ્લાહનો ઇઝરાયલ ઉપર ભીષણ હુમલો, 165થી વધુ મિસાઇલ દાગ્યા

Published

on

ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ ફેઇલ, અનેક વાહનોમાં આગ, ઇમારતોને પણ નુકસાન, સાત નાગરિકો ઘવાયા, ઇરાકી જૂથોનો પણ 3 સ્થળે હુમલો

હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. તેણે 165થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ હુમલાઓ ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ પણ આ હુમલાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. હુમલામાં અનેક વાહનોને આગ લાગી ગઇ હતી. આઇડીએફનું કહેવું છે કે અમે અમારા નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવાનું ચાલુ રાખીશું.


હિઝબુલ્લાહે હાઇફામાં 90થી વધુ મિસાઇલો છોડી છે. 50થી વધુ મિસાઈલથી ગેલિલીને નિશાન બનાવવામાં આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ હુમલામાં 7 લોકો ઘાયલ થયા છે. તેમાં એક બાળક પણ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે લેબનોનમાં યુદ્ધવિરામની દિશામાં થોડી પ્રગતિ થઈ છે.


ઈઝરાયલની સેનાનું કહેવું છે કે ગેલિલી પર લગભગ 50 રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. કારમીલ ક્ષેત્ર અને આસપાસના શહેરોમાં ઘણા રોકેટ પડ્યા હતા. હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી લીધી છે. તેણે દાવો કર્યો છે કે કારમીલ વસ્તીમાં પેરાટ્રૂપર્સ બ્રિગેડના ટ્રેનિંગ બેઝને નિશાન બનાવવામાં આવ્યું છે.


આઈડીએફનો દાવો છે કે હિઝબુલ્લાહ દ્વારા શરૂૂઆતમાં છોડવામાં આવેલી 80 મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલો હવામાં જ નાશ પામી હતી. કેટલીક મિસાઇલો અલગ-અલગ શહેરોમાં પડી હતી. બીજી વખત 10 રોકેટ છોડવામાં આવ્યા. હાઇફાના કિરયાત અતામાં ઘરો અને કારને નુકસાન થયું છે. અહીં ચાર લોકો ઘાયલ થયા છે. જેમાં 52 વર્ષના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.


ઇરાકી સશસ્ત્ર જૂથોએ પણ સોમવારે દક્ષિણ અને ઉત્તર ઇઝરાયેલમાં ઇઝરાયેલના વ્યૂહાત્મક લક્ષ્યો પર ત્રણ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો. ઇરાકના ઇસ્લામિક પ્રતિકાર દળોએ સોશિયલ નેટવર્ક સાઇટ્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, સોમવારે ઇસ્લામિક પ્રતિકાર દળોએ ડ્રોનનો ઉપયોગ કરીને કબજે કરેલા પ્રદેશોની દક્ષિણમાં વ્યૂહાત્મક લક્ષ્યને હિટ કર્યું હતું. નિવેદન અનુસાર, ઇઝરાયેલના ઉત્તરમાં વ્યૂહાત્મક લક્ષ્યો પર વધુ બે સમાન હુમલાઓ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version