Site icon Gujarat Mirror

માઉન્ટેન પોલીસ લાઇન કવાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત

ફોન નહીં ઉપાડતા માતા-પિતા પહોંચ્યા તો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી, આંચકીની બીમારી હતી

રાજકોટ શહેરનાં માઉન્ટેન પોલીસ લાઇન કર્વાટરમા રહેતા મહીલા કોન્સ્ટેબલે કર્વાટરમા જ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી હતી જયા તેણીનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. આ ઘટનામા પ્રનગર પોલીસ સ્ટાફે કાગળો કર્યા હતા. મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમા પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનુ પોલીસમાથી જાણવા મળી રહયુ હતુ.

બનાવની વધુ વિગતો મુજબ રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમા અને માઉન્ટેન પોલીસ લાઇનમા રહેતી ભુમીકાબા કનકસિંહ ચૌહાણ નામની ર7 વર્ષની પોલીસ કોન્સ્ટેબલ યુવતીએ આજે પોતાનાં કવાર્ટરે કોઇ ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી હતી જયા તેણીનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ છે. આ ઘટનાની જાણ થતા પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે કાગળો કર્યા હતા. ભુમીકાબા એક ભાઇની એકની એક બહેન હતી. તેમનાં પિતા ખાનગી કંપનીમા નોકરી કરે છે.

આ ઘટના મામલે પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ ભુમીકાબા કયારેક કૃષ્ણનગરમા પોતાનાં ઘરે અને માઉન્ટેન પોલીસ લાઇનમા આવેલા પોતાનાં કવાર્ટરે રહેતા હતા . આજે સવારે તેમનાં માતા-પિતાએ ભુમીકાબાને કોલ કર્યા હતા. પરંતુ ભુમીકાબાએ કોલ રીસીવ ન કરતા બંને કવાર્ટરે જોવા ગયા હતા ત્યા ભુમીકાબા ઝેરી દવા પીધેલી હાલતમા બેશુધ્ધ હાલતમા પડયા હતા.

જેથી તેમણે તુરંત સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા જયા ટુકી સારવાર બાદ તેમનુ મૃત્યુ નીપજયુ હતુ. મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા તેમને બીમારીનો ઉલ્લેખ કર્યો છે. તેમજ ભુમીકાબાને આચકીની બીમારી હોય જેથી તેઓ અવાર નવાર સિવીલે સારવાર લેતા હતા. ભુમીકાબા સૌ પ્રથમ પ્રનગર પોલીસ મથક અને હાલ બી ડીવીઝન પોલીસ મથકમા ફરજ બજાવતા હતા. જો કે આજે ભુમીકાબાએ આ પગલુ ભરી લેતા પોલીસ બેડામા શોક છવાઇ ગયો છે.

Exit mobile version