Site icon Gujarat Mirror

જામનગરના મેઘપરમાંથી થયેલ 22 લાખની ચોરીમાં મહિલા આરોપીની ધરપકડ

19 જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર(પડાણા)માં એક મકાન માંથી રૂૂપિયા 22 લાખ ની કિંમતના 350 ગ્રામ સોનાના ઘરેણા ની ચોરી થવા પામી હતી. જે અંગે પોલીસે તપાસ કરીને એક મહિલા આરોપી ની ધરપકડ કરી છે. અને તેના ઘરે થી રૂૂ.12 લાખ 11 હજારની કિંમત નો મુદ્દામાંલ પોલીસે કબજે કર્યો છે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની સૂચના થી જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયા તથા મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.પી.ટી. જયસ્વાલ તથા એલ.સી.બી.ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા, પો.સ.ઇ., પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો તથા મેઘપર પડાણા પોલીસ સ્ટાફના માણસો ધ્વારા મેઘપર માં થયેલ ઘરફોડ.ચોરીનો ગુનાની તપાસમાં હતા.

તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે ઉંડાણ પુર્વક તપાસ કરતા, દરમ્યાન બાતમી મળી હતી કે, આ કામે ચોરીમા ગયેલ મુદામાલ સાથે મહિલા આરોપી જામનગરમા શરૂૂ સેક્શન રોડ પોલીસ હેડ ક્વાર્ટરની સામે વાહનના શો રૂૂમની પાછળ પોતાના રહેણાંકે હાજર છે.

જે હકીકત આધારે તેમના મકાનમાં તપાસ કરતા, મહિલા આરોપી ખુશ્બુબા ભીખુભા ભટ્ટી ( ઉંમર 23 વર્ષ રહે: શરૂૂ સેક્શન રોડ, પોલીસ હેડ ક્વાર્ટરની સામે હીરોના શો રૂૂમની પાછળ રાધિકા એપાર્ટમેન્ટ રૂૂમ નં.બી-23 જામનગર)ની પોલીસે ધરપકડ કરી હતી.અને તેમની પાસેથી ટાઇટન કંપનીની લેડીઝ કાંડા ઘડીયાળ કિ.રૂૂ.11,000 , એક જન્ટ્સ કાંડા ઘડીયાળ કિ.રૂૂ. 5000 સેમસંગ કંપનીનો ગેલેક્સી એસ-25 અલ્ટ્રા મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂૂ.1,30, 000 , સ્ત્રીને પહેરવાની સોનાની વીંટી કિ.રૂૂ.28,000 પુરૂૂષને પહેરવાની સોનાની વીંટી કિ.રૂૂ.37,000 , રોકડા રૂૂ.10 લાખ મળી કુલ રૂૂ. મુદામાલ રૂૂ.12, 11, 000ની કિમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા આ મહિલા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાકીના મુદ્દામાલ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version