Site icon Gujarat Mirror

જામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીં

જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનથી લોકો ત્રસ્ત બની ગયા છે, ત્યારે જાહેર માં શ્વાન ને ખોરાક નહીં આપવાનો મહાનગર પાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે.

રસ્તે રઝળતા શ્વાન ને ઘર આંગણે અથવા જાહેરમાં ખોરાક આપવા ઉપર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ જામનગર મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. હવે આવા શ્વનને માત્ર મહાનગર પાલિકાએ નક્કી કરેલ સ્થળે જ ખોરાક આપી શકાશે.

આ અંગેની જાહેરાત કરતું બોર્ડ ગાંધીનગર વિસ્તાર.માં મૂકવામાં આવ્યું છે. શહેરમાં હાલ 9 સ્થળો ની પસંદગી કરવામાં આવી છે. શહેરના કુલ 16 વોર્ડ 5ૈકી 9 વોર્ડમાં સુવિધા શરૂૂ થઈ ચૂકી છે. બાકીના સાત વોર્ડમાં જગ્યાની પસંદગી માટે કાર્યવાહી ચાલી રહી છે.

આ પછી આ પ્રોજેક્ટની કડક અમલવારી શરૂૂ કરાશે. એટલે કે દરેક વોર્ડમાં એક નક્કી કરેલા સ્થળે જ શ્વાનને ખોરાક આપી શકાશે. એટલે કે લોકો પોતાના ઘર પાસે રઝળતા શ્વાનને ખવડાવી શકાશે નહીં.
રસ્તે રઝળતા શ્વાન રાહદારીઓને બટકા ભરે છે અને શ્વાન નો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. આથી મામલો સુપ્રિમમાં પહોંચતા ન્યાય નિર્દેશન મળ્યા મુજબ મહાનગરપાલિકાઓ દ્વારા તેનું પાલન કરાવાઈ રહ્યું છે.

Exit mobile version