Site icon Gujarat Mirror

ગોપાલનગરમાં રાજ ક્રેડિટ મંડળીના મંત્રી પર પિતા-પુત્રનો હુમલો

શેરીમાં મહિલાઓ નીકળતી હોય ને મશ્કરી કરતા હોય પોતાની શેરીમાં બેસવાનું કહ્યું હતુ


શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગર શેરી નં.10 વિમલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.402માં રહેતા બળદેવસિંહ ભાયલુભા ચુડાસમા (ઉ.વ.40) નામના યુવાને ચેતન રાઠોડ, તેમના પિતા અને બે અજાણ્યા શખ્સો સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં બળદેવસિંહને જણાવ્યું હતુ કે, તેઓ છેલ્લા 10 વર્ષથી કરણસિંહજી સ્કૂલની સામે રાજ ક્રેડીટ કો-ઓપરેટીવ શરાફી મંડળીમાં મંત્રી તરીકે કામ કરે છે. ગઇકાલે રાત્રીના સમયે તેઓ પોતાના ફ્લેટે જતા હતા ત્યારે શેરીમાં ત્રણથી ચાર છોકરાઓ મજાક મશ્કરી કરતા હતા.

જેમાંથી આ એપાર્ટમેન્ટની નજીકમાં રહેતો અને મંડપ સર્વિસનો ધંધો કરતો ચેતન રાઠોડ પણ ત્યાં હતો. જેથી તેમને અહીં શેરીમાં મશ્કરી નહીં કરવાની અહીંથી મહિલાઓ નીકળતી હોય જેથી તમારી શેરીમાં જઇને બેસો તેમ કહેતા ચેતન રાઠોડ તેમના પિતા અને બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. અને છરી વડે હુમલો ર્ક્યો હતો. જેમાં તેઓને ઇજા થતા આરોપીઓ ત્યાંથી ઢીકાપાટુનો માર મારી ભાગી ગયા હતા.

Exit mobile version