Site icon Gujarat Mirror

સગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદ

 

જામનગર માં એક નારાધમ પિતા એ પોતા ની 13 વર્ષ અને 3 માસ ની ઉમર ની સગીર વયની પુત્રી ને ધાક ધમકી આપી ને અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા.અને તેણી ને ગર્ભવતી બનાવી દીધી હતી. આ કેસ માં અદાલતે આરોપી પિતા ને આજીવન કેદ ની સજા નો હુકમ કર્યો છે.

જામનગર માં રહેતી 13 વર્ષ અને 3 માસ ની સગીર પુત્રી ઉપર તેના જ સગા પિતા એ કુદ્રષ્ટિ કરી હતી. અને માર મારવાની બીક આપી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને આ બાબત કોઈને કહે શે તો મારી નાખવાની ધમકી આપી હતી. તેણી ધોરણ પાંચ માં અભ્યાસ કરતી હતી ત્યારે પણ આ પીતા એ પોતા ની પુત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અને આ પછી અવાર નવાર સગી પુત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આખરે એક દિવસ સગીરા ને પેટમાં દુખાવો ઉપાડતા તેણી ની મોટી બહેન તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તબીબી તપાસ કરવામાં આવતા તેણીને 12 અઠવાડિયા નો ગર્ભ હોવાનું ખુલવા પામ્યું હતું. આખરે આ બાબતે સરકારી ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવો અંગે ભોગ બનનાર સગીરાનું નિવેદન અને તેની ફરિયાદ ના આધારે પિતા સામે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે 27/11/2022 ના ગુનો નોંધાયા પછી પોલીસે આરોપીને ધરપકડ કરી હતી. અને પોલીસ દ્વારા આ બનાવમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. ઉપરાંત ભોગ બનનાર સગીરા ની મોટી બહેન ને પણ તેના પિતા એ અગાઉ અડપલા કર્યા હતા. આથી તેણી ઘર છોડીને ભાગી ગઈ હતી ત્યારબાદ. વિકાસ ગ્રહ માં રહેવા ચાલી ગઈ હતી જોકે થોડો સમય પછી ત્યાં થી પોતાના ઘરે પરત ફરી હતી.

આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ એમ કે ભટ્ટ સમક્ષ ચાલી જતા 19 સાક્ષી ઓ સરકાર પક્ષે તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત દસ્તાવેજી પુરાવા અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી પિતા ને આજીવન કેદની સજા અને 40 હજાર ની નો દંડ તથા સરકાર તરફ થી વળતર પેટે સગીરા ને 6 લાખ ચૂકવવા પણ આદેશ કર્યો છે. આ કેસ માં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતાં.

Exit mobile version