Site icon Gujarat Mirror

ભગવતી પરાની કોપરગ્રીન સોસાયટીમાં બાઇક અડકી જવા પ્રશ્ર્ને ડખો, પિતા-પુત્રને છરી ઝીંકી

કરિયાણાના વેપારી પત્નીને બાઇક પર બેસાડી ગેટ અંદર જતા હતા ત્યારે આરોપીની બાઇક અડકી જતાં ઠપકો આપ્યો હતો

ભગવતીપરા મેઈન રોડ કોપરગ્રીન સોસાયટી શેરી નં.02માં રહેતા વિજયભાઇ ધીરજલાલ વેકરીયા(પટેલ)(ઉ.વ.39)તેમના પત્ની સાથે બાઈક પર સોસાયટીની અંદર જતા હતા ત્યારે ત્યાં સોસાયટીમાં રહેતા પ્રિન્સ પરેશભાઈ સોલંકી વળાંક લેવા જતા તેની બાઈક પત્નીના પગે અડકી જતા વિજયભાઈએ ઠપકો આપતા આ પ્રિન્સ તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને છરી ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારૂૂતિનગર મેઇન રોડ ઉપર પ્રોવિઝનની દુકાન ચલાવું છું. તા.24/09ના રાત્રીના આશરે સવા નવેક વાગ્યે હું તથા પત્ની અંજના અમો દુકાન બંધ કરી મારા સ્કૂટરમાં બેસી અમારા ઘરે જવા નીકળેલ અને રાત્રીના આશરે પોણા દશેક વાગ્યાની આસ પાસ અમો બંને પતિ-પત્ની અમારી સોસાયટીના ગેટ પાસે પહોંચતા ગેટ પાસે જ અમારી સોસાયટીમાં અમારી શેરીમાં મકાન નં.04 માં રહેતા પરેશભાઇ સોલંકી ના દિકરા પ્રિન્સ જે તેની મો.સા. ગેટ પાસે ઉભી રાખી મો.સા. ઉપર એકલા બેસેલ હોય અમો ત્યાંથી પસાર તેણે પોતાનું બાઈક અચાનક વળાંક મારતા અમારા બાઈકમાં પાછળ બેસેલ પત્નીનાં પગમાં અડકી જતા મેં આ પ્રિન્સને ઠપકો આપેલ જે બાબતનું તેને ન ગમતા મારી સાથે જીભાજોડી કરવા લાગેલ અને આ દરમ્યાન પત્નીએ પિતાને ફોન કરી દેતાં મારા પિતા ત્યાં આવી ગયેલ અને આ પ્રિંસ મારી અને પિતા સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગેલ અને હાથાપાઈ કરવા લાગ્યો અને મને પાટુ મારી લીધેલ અને મેં કહેલ કે પત્ની અહિં સાથે છે તમે ગાળ નો બોલો આમ કહેતા આ પ્રિંસભાઇ એક્દમ ઉશ્કેરાઇ ગયેલ અને છરી કાઢી મને ઘા મારવા જતા મેં ડાબો હાથ આડો દેતા મારા અંગુઠા અને પહેલી આંગળી ઉપર એક ઘા છરીનો વાગી ગયો હતો.

તેમજ મારા પિતા વચ્ચે પડતા તેને પણ છરીથી ઘા મારવા જતા મારા પિતાએ પોતાના જમણા હાથથી છરી પકડી લેતા તેને જમણા હાથમાં ઇજા થયેલ અને અમો ત્રણેયને ભુંડી ગાળો આપી મને કહેવા લાગેલ કે,હવે તું બહાર નીકળ તને પતાવી દેવો છે આમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ અને આ દરમ્યાન સોસાયટીના માણસો ભેગા થઇ જતા આ પ્રિંસ ત્યાંથી નાસી ગયો હતો.આ મામલે વિજયભાઈએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version