ગુજરાત

ખેડૂતોને ડાકિયા દ્વારા ઘરે બેસીને મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ

Published

on

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 1 કરોડથી વધુ ખાતાઓમાં રૂ.2544 કરોડની કિસાન સન્માન નિધિ થઇ જમા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં 05 ઓક્ટોબર, 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો બહુપ્રતીક્ષિત 18મો હપ્તો બહાર પાડ્યો ત્યારે ખેડૂતોએ અને તેમના પરિવારજનોએ આનંદ અનુભવ્યો. પ્રધાનમંત્રીએ એક ક્લિકથી ડીબીટી મારફતે દેશભરના 9.4 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં સીધી રીતે 20 હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી. હવે લાભાર્થી ખેડૂત ઘરે બેસીને આ રકમ તાત્કાલિક મેળવી શકે છે. આ સંબંધમાં રાષ્ટ્રીય ડાક દિવસ અંતર્ગત અંત્યોદય દિવસ પર માહિતી આપતા ઉત્તર ગુજરાત

પરીક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ખેડૂતો પોતાના ખાતામાં જમા થયેલ ડીબીટી રકમ ઘરે બેસીને પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકના માધ્યમથી ઉપાડી શકેછે. આ માટે ખેડૂતોએ કોઈ બેંકની શાખા અથવા એટીએમ પર જવાની જરૂૂર નહીં પડે. દેશના કોઈ પણ બેંકમાં આવેલા મોબાઇલ અને આધાર લિંકડ ખાતા દ્વારા ઘરે બેસીને આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી એક દિવસમાં ₹10,000 સુધીની રકમ કાઢી શકાય છે. આ માટે ડાક વિભાગ દ્વારા કોઈ શુલ્ક નથી લાગતું.


પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને રકમનું વિતરણ ડાકઘર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ગંગા સ્વરૂૂપ યોજના, શિષ્યવૃત્તિ, નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના વગેરે સામેલ છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં 1 કરોડથી વધુ ખાતાઓમાં ₹2544 કરોડની રકમ જમા કરવામાં આવી છે. આ કોઈપણ બેંકમાં જમા થતી બીજી સૌથી મોટી રકમ છે. આ ઉપલબ્ધિ ખેડૂતોના હિતમાં સરકારના સતત પ્રયાસોને દર્શાવે છે, જેના કારણે તેમને આર્થિક સહાય મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version