સોમનાથ મત વિસ્તારના ગામો તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સર્જાયેલી વરસાદની ભયંકર અનિયમિતતા ના કારણે જગતનો તાત ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે. સ્થાનિક અખબારો અને માધ્યમોમાં પણ ખેડૂતોની આ દયનીય સ્થિતિ અને ખેતી પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે સતત ચિંતાજનક અહેવાલ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ચાલુ સિઝનમાં લાંબા સમય સુધી પૂરતો વરસાદ ન પડવાને કારણે વાવેતર કરેલા પાકને જરૂૂરી પાણી મળી શક્યું નથી. પરિણામે, ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી તથા અન્ય ખેતી પાછળ કરવામાં આવેલા તમામ મૂડી રોકાણ સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ ગયું છે. વરસાદની આ અનિશ્ચિતતાને કારણે ખેડૂતોની આવક પર ગંભીર અસર થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના લીધે અનેક નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આગામી રવિ સીઝનમાં વાવેતર કરવું કે ખેતી ચાલુ રાખવી પણ અશક્ય બની જશે. ખેડૂતો અને પશુપાલકો ના હિતમાં સરકાર સમક્ષ તાકીદની માંગણી રજૂ કરવામાં આવે છે.
સોમનાથ મત વિસ્તારના ગ્રામ્ય પંથક અને ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સત્તાવાર સર્વે શરૂૂ કરવામાં આવે, કૃષિ વિભાગ દ્વારા દરેક ગામવાર અને પાકવાર થયેલા નુકસાનની ચોક્કસ નોંધણી કરવામાં આવે અને નુકસાનીના ટકાવારીના પ્રમાણ મુજબ ખેડૂતોને વળતર તથા સહાય ચૂકવાઇ, વરસાદ ના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની ભારે અછત ઊભી થઈ છે, જેથી સરકાર તરફથી પશુપાલકો માટે સંપૂર્ણપણે મફત ઘાસચારાના ડેપો તાત્કાલિક ધોરણે શરૂૂ કરવામાં આવે, કુદરતી આફતના ધોરણે મળવાપાત્ર સરકારી સહાય, જઉછઋ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) તથા અન્ય તમામ લાગુ પડતી કૃષિ સહાય યોજનાનો લાભ પીડિત ખેડૂતોને વગર વિલંબે સીધો જ ખાતામાં આપવામાં આવે, સરકાર દ્વારા સમગ્ર પરિસ્થિતિ યોગ્ય અને તટસ્થ તપાસ કરીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે, તેમજ સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથ જિલ્લાના સત્તાવાર રીતે ’દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.
