મોરબીમાં ખેડૂત આંદોલન ફરી ઉગ્ર બન્યું

મોરબીમાં સરકારની ખાત્રી બાદ શાંત થયેલુ ખેડૂત આંદોલન ફરી ઉગ્ર બની રહ્યુ છે અને આગામી તા.10 જાન્યુઆરીના રોજ મોરબીના જેતપર ખાતે કિસાન અધિકાર મહાપંચાયત યોજવાની…

મોરબીમાં સરકારની ખાત્રી બાદ શાંત થયેલુ ખેડૂત આંદોલન ફરી ઉગ્ર બની રહ્યુ છે અને આગામી તા.10 જાન્યુઆરીના રોજ મોરબીના જેતપર ખાતે કિસાન અધિકાર મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના જેતપર ગામે છેલ્લા છ મહિનાથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર અને પહેલા વળતર મેળવવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા દિવસોમાં આવેદનપત્ર, રેલી, ઉપવાસ આંદોલન, આમરણાંત ઉપવાસ વગેરે અનેક કાર્યક્રમો આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે આ ઉપરાંત સરકાર સુધી પોતાની માંગણીઓ પણ પહોંચાડવામાં આવી છે તેમ છતાં પણ સરકાર તરફથી કોઈ પ્રત્યુતર આવ્યો નથી જેથી હજુ પણ ખેડૂતોનું આંદોલન જેતપર ગામે ચાલી રહ્યું છે.
જેતપર ગામના આંદોલનકારી પ્રતિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગત 16 તારીખના રોજ જેતપર સત્યાગ્રહ છાવણી ખાતેથી ખેડૂત આગેવાનો તેમજ અન્ય જિલ્લાના ખેડૂત આગેવાનો પાટીદાર સમાજની સીદસર સંસ્થાના અગ્રણીને સાથે રાખીને સરકાર સાથે વાટાઘાટ કરવા માટે ગયા હતા અને ત્યાં ખેડૂતો દ્વારા 24 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાંથી એક પણ માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હોય તે પ્રકારની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

અગાઉ સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કહ્યું હતું કે દિવાળી પછી મોરબી જિલ્લામાં ખેડૂત મહાપંચાયત બોલવામાં આવશે તેને જ લઈને જેતપર ગામે સત્યાગ્રહ છાવણી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં નેહુલભાઈ અમૃતિયાએ જાહેરાત કરી હતી કે, આગામી તારીખ 10 જાન્યુઆરી 2027 ના રોજ જેતપર ગામે કિસાન અધિકાર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કિસાન મહાપંચાયતમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને ઉલટી પડવા માટે થઈને સત્યાગ્રહ છાવણી ખાતેથી આંદોલનકારીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.