અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામમાં હનીટ્રેપ અને બ્લેકમેલિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફોન પર સંપર્કમાં આવેલી એક મહિલા અને તેના સાગરીતોના ગુનાહિત કાવતરા તેમજ અસહ્ય માનસિક ત્રાસથી તંગ આવીને એક આધેડ ખેડૂતે પોતાની જ વાડીમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આબરૂૂ જવાના ડરે ખેડૂતે ભરેલા આ અંતિમ પગલા અંગે સાવરકુંડલા રૂૂરલ પોલીસ મથકે મહિલા સહિત 5 શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃતક હિંમતભાઈ સુહાગીયાએ ગત 22 મેના રોજ આપઘાત કર્યો હતો. શરૂૂઆતમાં, 23 મેના રોજ મૃતકના કાકાએ સાવરકુંડલા રૂૂરલ પોલીસ સ્ટેશનમાં અગમ્ય કારણોસર આત્મહત્યા થઈ હોવાની પ્રાથમિક ડાયરી નોંધાવી હતી. જોકે, હાલ સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા મૃતકના પુત્ર પરેશભાઈ સુહાગીયા (ઉ.વ. 33) ને આ મામલે હનીટ્રેપની આશંકા જતાં તેમણે પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા વિનંતી કરી હતી, જેના આધારે આ સમગ્ર કાવતરાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મૃતક હિંમતભાઈ છેલ્લા એકાદ મહિનાથી હિના નામની મહિલા સાથે મોબાઈલ ફોન પર સતત સંપર્કમાં હતા. આ મહિલા લીખાળા ગામના જ ભોળાભાઈ રામભાઈ સિંધવ નામના શખ્સ સાથે જોડાયેલી હતી. આરોપીઓએ યોજનાબદ્ધ રીતે આધેડ પાસેથી મોટી રકમ પડાવવાનું ગુનાહિત આયોજન કર્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ, જ્યારે હિના આધેડ ખેડૂતની વાડીએ પહોંચી અને બંને ત્યાં હાજર હતા, ત્યારે જ બે અજાણ્યા પુરુષો ત્યાં ધસી આવ્યા હતા.
વાડીમાં અચાનક આવી ચડેલા આરોપીઓએ હિંમતભાઈને ડરાવી-ધમકાવીને રૂૂપિયા 3,00,000 ની માંગણી કરી હતી. આ દરમિયાન બાજુની વાડી ધરાવતા રોહિતભાઈ કડવાભાઈ વેકરીયાએ મધ્યસ્થી હોવાનો ડોળ કરીને રૂૂપિયા 1,50,000 માં મામલો થાળે પાડવાનું નક્કી કરાવ્યું હતું. ત્યારબાદ રોહિતભાઈ આધેડને તેમના ઘરે લઈ ગયા હતા, જ્યાંથી હિંમતભાઈ રૂૂપિયા 80,000 રોકડા લાવ્યા હતા. રોહિતભાઈએ આ રકમ ત્યાં હાજર હિના અને બે અજાણ્યા શખ્સોને અપાવી દીધી હતી અને બાકીના પૈસા સવારે આપવાનું કહી તે સમયે નાટક પૂરું કર્યું હતું.
આ ઘટના બાદ પણ આરોપીઓ દ્વારા યેનકેન પ્રકારે સતત નાણાંની ઉઘરાણી અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રખાતા હિંમતભાઈ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. અંતે લોકાપવાદ અને બદનામીના ભયથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે સાવરકુંડલા રૂૂરલ પોલીસે રોહિતભાઈ કડવાભાઈ વેકરીયા (રહે. લીખાળા), ભોળાભાઈ રામભાઈ સિંધવ (રહે. લીખાળા), હિના નામની મોબાઈલ ધારક મહિલા અને બે અજાણ્યા પુરુષો સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગામે ખેડૂતે હનીટ્રેપમાં ફસાતા આપઘાત કર્યો હતો, પાંચ સામે ગુનો નોંધાયો
