જસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ

  રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે જસદણના હડમતિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ખોડાભાઈ વાઘજીભાઈ રોજાસરાની વાડીમાંથી કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી…

 

રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે જસદણના હડમતિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ખોડાભાઈ વાઘજીભાઈ રોજાસરાની વાડીમાંથી કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. ગ્રામ્ય એસઓજીએ રૂા. 24000ના કિંમતના 30 ગાંજાના છોડ કબ્જે કર્યા હતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ખોડાભાઈ ઉપર દેણુ થઈ જતાં તેણે આ દેણું ચુકતે કરવા ગાંજાનું વાવેતર કર્યુ હતું.

જિલ્લા પોલીસ વડા હમિકર સિહની સુચનાથી ગ્રામ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી, પીએસઆઈ બી.સી. મિયાત્રા, એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા, સંજયભાઇ નીરંજની, ઇન્દ્રસિંહ જાડેજા, અમીતભાઇ કનેરીયા, અતુલભાઈ ડાભી તથા પો.હેડ.કોન્સ. હિતેશભાઇ અગ્રાવત, અરવિદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ, શીવરાજભાઈ ખાચર તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ઘેડ, ચીરાગભાઇ કોઠીવારે કામગીરી કરી હતી.