Site icon Gujarat Mirror

ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખંભાળિયાના બી.જે. સરવૈયા તેમજ ટીમ દ્વારા ગઈકાલે સોમવારે તાલુકામાં કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્ટાફના અરજણભાઈ આંબલીયા, સામતભાઈ ગઢવી અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડો. સાક્ષીબેન દિલીપભાઈ વિઠલાણીને સાથે રાખીને ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે વગર ડિગ્રીએ ડોક્ટરની પ્રેક્ટિસ કરી, અને દર્દીઓને એલોપથી તથા અન્ય દવાઓ આપીને સારવાર કરતા દિવ્યેશ નરોતમ કુબાવત નામના 40 વર્ષના શખ્સને વિવિધ પ્રકારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

Exit mobile version