Site icon Gujarat Mirror

કારખાનાને સીલ લાગતા આર્થિક ભીંસમાં સપડાયેલા કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં નવલનગરમાં રહેતા અને પડવલા ગામે કારખાનું ધરવતા કારખાનેદારએ કારખાનની સિલ લાગતા અમદાવાદની પાર્ટીને આપેલ માલ રૂપિયા 17 લાખ નહીં ચૂકવતા અને બેંક લોનના હપતાની ચિંતા ફિનાઇલ અને મચ્છર મારવાનું લીકવીડ પી લીધુ હતુ આપઘાતનો પ્રયાસ કરનાર કારખાનેદારને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર આવેલા નવલનગરમાં રહેતા અને પડવલા ગામે અમર ઇન્ડસ્ટ્રીઝોનમાં શ્રી ખોડીયાર સ્ટીલ એન્ટપ્રાઇઝ નામે કારખાનુ ધરાવતા મનીષભાઇ જયસુખભાઇ રાઠોડ (ઉ.વ.45) બપોરના ચારેક વાગ્યના અરસામા પોતાના કારખાને હતા ત્યારે ફિનાઇલ અને મચ્છર મારવાનું લીકવીડ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર કારખાનેદારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં મનીષભાઇ રાઠોડ ત્રણ બાઇ બે બહેનમાં વચેટ છે. અને શ્રી ખોડીયાર સ્ટીલ એન્ટપ્રાઇઝ નામે કારખાનુ ધરાવે છે. મનીષભાઇ રાઠોડે બેંક ઓફ બરોડામાથી રૂા.98 લાખની લોન લીધી હતી અને રૂા.68 લાખ ચૂકવી દીધા હતા.બાકીની રહેતી રકમ રૂા.1.60 લાખના હપ્તે સાત વર્ષમાં ભરપાઇ કરવાની હતી. જે અંગે મનીષભાઇ રાઠોડે બેંકને રીકવેસ્ટ અરજી કરી બાકીની રકમ સાત વર્ષના બદલે 15થી 20 વર્ષમાં ભરપાઇ કરવાની મુદતમાં વધારો કરવાની રજુઆત કરી હતી. બાકી રહેતા લેણા વસુલવા બેંક દ્વારા ગત તારીખ 13 એપ્રિલના બેંક દ્વારા કારખાનાને સીલ મારવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત મનીષભાઇ રાઠોડે અમદાવાદની પાર્ટીને રૂા.17 લાખનો માલ આપ્યો હતો. પરંતુ તે રૂપિયા નહીં મળતા કોર્ટ કેસનો ચૂકાદો મનીષભાઇ રાઠોડની તરફેણમાં આવ્યો છે. કારખાનને સીલ લાગતા અને માલના રૂા.17 લાખ નહીં મળતા આર્થિક સંકાળમણથી કારખાને દારે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version