ફેસબુકે દૂર કર્યો PM મોદીનો વીડિયો, મેટાની સ્પષ્ટતા- ટેકનિકલ ખામી હતી

  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો દૂર કરવા અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના…

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો દૂર કરવા અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના પાછળ કોઈ ઈરાદાપૂર્વકનું પગલું નહીં, પરંતુ એક ટેક્નિકલ ખામી જવાબદાર હતી. મેટાના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.

મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોસ્ટ ભૂલથી દૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આ ઘટના ટેકનિકલ ખામીને કારણે સર્જાય હતી.

https://x.com/ANI/status/2081971548534296808

મેટાએ ફેસબુક પર વડા પ્રધાનની એક પોસ્ટ દૂર કરી હતી, જેના કારણે રાજકીય નેતાઓ સહિત ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. મેટાએ હવે આ બાબતે સ્પષ્ટતા આપી છે.

ગયા ગુરુવારે મધ્યરાત્રિ પછી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે સીધા વિદ્યાર્થીઓને સંબોધતા જોવા મળ્યા હતા. લગભગ ત્રણ મિનિટના આ વીડિયોમાં, વડા પ્રધાને વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે સરકાર પેપર લીક અને પરીક્ષાની અનિયમિતતા જેવા મુદ્દાઓને અત્યંત ગંભીરતાથી જુએ છે.

મેટા એક અમેરિકન કંપની છે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેજિંગ એપ વોટ્સએપ જેવા પ્લેટફોર્મ ધરાવે છે. તેના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છે. 2021માં, ફેસબુક ઇન્કનું સત્તાવાર નામ બદલીને મેટા રાખવામાં આવ્યું.

ભારતમાં મેટાનો યુઝર બેઝ મોટો છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર પેજના લાખો ફોલોઅર્સ છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સનો આંકડો 105 મિલિયન (10.5 કરોડ) ને વટાવી ગયો છે. ફેસબુક (61 મિલિયન) અને વોટ્સએપ ચેનલો (15 મિલિયન) પર પણ તેમના નોંધપાત્ર ફોલોઅર્સ છે.