શેરબજારમાં છાપરાફાડ તેજી; સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો જોરદાર ઉછાળો

શેરબજારમાં આજે ગુરુવારે એવી છપ્પરફાડ તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીએ 23000ની સપાટી ફરી હાંસલ કરી લીધી…

શેરબજારમાં આજે ગુરુવારે એવી છપ્પરફાડ તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીએ 23000ની સપાટી ફરી હાંસલ કરી લીધી છે. બજારમાં આ એકાએક તેજી પાછળ અનેક અટકળો સંભળાઈ રહી છે અને માનવામાં આવે છે કે સરકાર શેરબજારની તેજી સુધારવા માંગે છે!
ગુરુવારે બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સમાં પાછલા દિવસના ઘટાડા બાદ સુધારો જોવા મળ્યો છે. આઇટી અને બેંકિંગ શેરોના મજબૂત પ્રદર્શનથી દલાલ સ્ટ્રીટ પર સેન્ટિમેન્ટમાં સકારાત્મક ફાળો મળ્યો. ઇન્ડિયા VIX 1% થી વધુ વધ્યો હોવાથી વોલેટિલિટી વધી, જે બજારના વધઘટને પ્રતિબિંબિત કરે છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા અમુક જહાજો પરના પ્રતિબંધો હળવા થવાની પ્રતિક્રિયા આપતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાથી રોકાણકારોએ ભૂ-રાજકીય તણાવની ચિંતા હાલ પડતી મૂકી હોવાનું જણાય છે.

બપોરે અઢી વાગ્યે, સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ વધીને 74,235 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટીએ 430 પોઈન્ટથી વધુ વધીને 23045ના સ્તરને ફરીથી પ્રાપ્ત કર્યું. સેન્સેક્સમાં ટોચના લાભાર્થીઓમાં TCS, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, ICICI બેંક, એક્સિસ બેંક અને ITCનો સમાવેશ થાય છે. બીજી તરફ, BEL, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, જઇઈં, કઝ અને NTPC મુખ્ય ઘટાડાનો સામનો કરી રહ્યા હતા.
આ તેજીમાં આઈટી શેરોના ઉછાળા એ મોટી ભૂમિકા ભજવી છે. આઇટી ઇન્ડેક્સમાં 2.4%નો વધારો થયો, જેના કારણે ઇન્ડેક્સનો ત્રણ સત્રનો વધારો લગભગ 8.3% થયો. ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલટેકમાં 3%નો વધારો થયો. હતો. આ ઉપરાંત બેંક નિફ્ટીમાં પણ 500 અંકનો સુધારો નોંધાયો છે. બીજી બાજુ ડોલરની સામે રૂૂપિયો મજબૂત થયો છે એક સમયે 97 દોડે ને પાર થયા બાદ આજે રૂૂપિયા 95 ડોલરની નીચે આવી ગયો છે. આ લખાય છે ત્યારે ડોલરનો ભાવ 94.99 પૈસા જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રૂડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે આજે બ્રેન્ટ ક્રૂડ નો ભાવ 103.35 ડોલર પર છે.