એમ.પી.માં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 10ના મોતની આશંકા

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ચોતરફ અફરાતફરી મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની…

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ચોતરફ અફરાતફરી

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સવારે લગભગ 11:30 વાગ્યે જિલ્લાના ટોંક કલાન વિસ્તારમાં ઘટી હતી.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકો ઘાયલોને પોતાના હાથમાં ઉઠાવીને ફેક્ટરી સાઈટથી દૂર લઈ જઈ રહ્યા હતા અને મદદ કરી રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સત્તાવાળાઓ દ્વારા બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ મામલે સઘન તપાસ શરૂૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી મૃત્યુઆંક અથવા ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી નથી.