રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં ફરી એકવાર ‘પતિરાજ’નો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર-2ના વિકાસકાર્યો અંગે અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વની બેઠકમાં કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા અને મીનાબા જાડેજાના પતિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વોર્ડના વિકાસકાર્યો, રસ્તા, ડ્રેનેજ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કોર્પોરેટરોની જગ્યાએ તેમના પતિઓએ ભાગ લીધો હતો. આને લઈને વોર્ડના રહેવાસીઓ અને રાજકીય વર્તુળોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે કોર્પોરેટરો પોતે બેઠકમાં હાજર રહેવાને બદલે પતિઓને મોકલીને જવાબદારી ટાળી રહ્યા છે.
નવનિયુક્ત મેયર નેહલ શુક્લ આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે, તે હવે સૌથી મોટો સવાલ બની ગયો છે. શહેરી વિકાસ અને પારદર્શિતાના મુદ્દે નવી વ્યવસ્થા લાવવાની વાત કરતા મેયર શુક્લ આ પ્રકારના મામલામાં કડક વલણ અપનાવશે કે નહીં, તેની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર એમસીમાં કોર્પોરેટરોની હાજરી અને જવાબદારી અંગે ચર્ચા શરૂૂ કરી દીધી છે.
