ફરસાણના પેકેટમાંથી ગરોળી નીકળતા પેઢી સીલ

જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી નીકળવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાહક…

જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી નીકળવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાહક દ્વારા અડધું પેકેટ ખાઈ લીધા બાદ તેમાં મૃત ગરોળી જોવા મળતાં મહાનગરપાલિકાની ફૂડ શાખામાં રૂૂબરૂૂ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના પગલે ફૂડ શાખાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગંભીર બેદરકારી જણાતાં પેઢીને ત્રણ દિવસ માટે બંધ રાખવાની કાર્યવાહી કરી છે. અગાઉ આજ પેઢીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, બે-ત્રણ દિવસ પહેલાં એક ગ્રાહક નાગનાથ ગેટ પાસે આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ગઈકાલે પરિવારજનોએ પેકેટ ખોલીને ચવાણું ખાવાનું શરૂૂ કર્યું હતું. અડધું પેકેટ ખાઈ લીધા બાદ પેકિંગની અંદર તળાયેલી હાલતમાં મૃત ગરોળી નજરે પડતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. આથી ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરી હતી. ત્યારબાદ ગ્રાહક ચવાણાનું પેકેટ લઈને ફૂડ શાખાની ટીમ સાથે દુકાને પહોંચ્યા હતા અને દુકાનદાર તથા અધિકારીઓની રૂૂબરૂૂમાં પેકેટ ખોલીને ગરોળી બતાવવામાં આવી હતી.

ફરિયાદના પગલે જામનગરમાં નગરપાલિકાની ફૂડ શાખા ના મુખ્ય અધિકારી નિલેશ પી.જાસીલીયા અને ફૂડ શાખાની ટીમે દુકાન તેમજ ફરસાણ બનાવવાના રસોડામાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ પણ મળી આવતાં તેના સહિત ખાદ્યચીજોના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રસોડાની બારીઓ ખુલ્લી હોવાથી ગરોળી કે અન્ય જીવજંતુઓ અંદર પ્રવેશી શકે તેવી શક્યતા ધ્યાને આવી હતી. આથી તમામ બારીઓ પર જાળી લગાવવા સહિત જરૂૂરી સુધારાઓ કરવા કડક સૂચના આપવામાં આવી હતી.