ગુજરાત

ગિરનાર પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક મટિરિયલ સાથે પ્રવેશ ઉપર પ્રતિબંધ

Published

on

આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર 2024 દરમિયાન ગરવા ગિરનારની પરિક્રમા યોજનાર છે. ગિરનારની પરિક્રમા દરમિયાન અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદન, પેદાશ, પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ, પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ્સ સાથે પ્રવેશ મનાઈ ફરમાવવામાં આવી છે.


ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ સચિવાલય ગાંધીનગરના પરિપત્ર 22 મે 2019થી વન્ય પ્રાણી અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદન, પેદાશ, પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ, પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને ધંધાર્થીઓ, અન્નક્ષેત્રો, રાજ્યમાંથી આવતા સાધુ સંતોે અને શ્રદ્ધાળુઓ અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ કરવા તથા તેને ગમે ત્યાં ફેકવા પર મનાઈ હુકમ ફરવામાં આવે છે.
જેના ઉલ્લંઘન બદલ ભારતીય વન સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 29 તથા 35 મુજબ ગુન્હો બને છે અને મહત્તમ દંડનીય કાર્યવાહી થઈ શકે. તેમજ તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કાર્યરત પી.આઈ.એલ.નં. 06/2023ના કામે થયેલ દિશા નિર્દેશ મુજબ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની થાય છે. તો પરિક્રમા દરમિયાન આવનાર દરેક લોકોને સહકાર આપવા વિનંતી છે. તેમ નાયબ વન સંરક્ષક જૂનાગઢ વન વિભાગ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version