Site icon Gujarat Mirror

લોકોના ગળા કાપતી ચાઇનીઝ દોરીની આખી ફેક્ટરી ઝડપાઇ

સુરતના પાંડેસરામાં પોલીસનો દરોડો, રૂા.2.18 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, 60 કામદારો દિવસ-રાત કામ કરતા હતા

ગુજરાતમાં લોકો અને પક્ષીઓ માટે જોખમી એવી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિંબધ હોવા છતા સુરતમાંથી ચાઇનીઝ દોરી બનાવવાની આખી ફેટરી ઝડપાતા ભારે ચકચાર જાગી છે.

અહીં દિવસ-રાત દોરીનું ઉત્પાદન કરાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 2 કરોડ 18 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. મહત્ત્વની અને ગંભીર વાત એ છે કે છ મહિના પહેલાં સુરત પોલીસે આ જ ફેક્ટરી પર દરોડો પાડીને 20 લાખ રૂૂપિયાની ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી. તેમ છતાં ફેક્ટરીના સંચાલકોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે અઠવાડિયાથી ફરી ચાઈનીઝ દોરીનું ઉત્પાદન શરૂૂ કરી દીધું હતું. સુરત પોલીસે આ મામલે જીપીસીપી, જીએસટી, વન વિભાગ, એફએસએલ સહિતના વિભાગોને જોડી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે જઘૠની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. જે ફેક્ટરી બંધ થઈ ગઈ છે એવું માનવામાં આવતું હતું એની અંદર 60થી વધુ શ્રમિકો દિવસ-રાત કામ કરી રહ્યા હતા. 10થી વધુ વિશાળ મશીનો સતત ચાલુ હતાં. આ દરોડામાં જે માલ જપ્ત થયો એ 2.18 કરોડનો હતો, જે છ મહિના પહેલાં પકડાયેલા માલ કરતાં 20 ગણો વધારે છે.

કતારગામ વિસ્તારમાં રહેતા નરેશ પટેલ આ કંપનીના માલિક છે. છ મહિના પહેલાં દરોડો પડ્યો હોવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વિના તેણે ફરીથી આ જીવલેણ ઉત્પાદન શરૂૂ કરી દીધું. જ્યારે મૂળ બિહારના વતની પ્રમોદ મંડલ આ ફેક્ટરીનો પ્રોડક્શન મેનેજર છે. તે છ મહિના પહેલાં પણ આ જ ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તેણે જ ફરીથી ઉત્પાદન શરૂૂ કરવાની જવાબદારી લીધી હતી. તેના નેતૃત્વ હેઠળ 60થી વધુ શ્રમિકો ચોવીસ કલાક આ ખતરનાક દોરી બનાવી રહ્યા હતા.

પોલીસે આ દરોડા દરમિયાન ચાઈનીઝ દોરી, એને બનાવવાનું રો-મટીરિયલ અને વિશાળ મશીનરી સહિત કુલ 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે માત્ર પોલીસ કાર્યવાહી નહીં, પરંતુ જીએસટી (ૠજઝ) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ૠઙઈઇ)ને પણ જાણ કરવામાં આવશે. આ ફેક્ટરી ગેરકાયદે રીતે કાર્યરત હોવાથી પર્યાવરણ અને કર સંબંધિત કાયદાઓનો પણ ભંગ થયો છે, જેના આધારે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

6 માસ પહેલા પણ 20 લાખની ચાઇનીઝ દોરી ઝડપાઇ હતી
આ ઘટનાની શરૂૂઆત છ મહિના પહેલાં થઈ હતી. 6 એપ્રિલ, 2025ના રોજ તત્કાલીન ડીસીપી વિજય ગુર્જરની એલસીબી ટીમે પાંડેસરાના પ્લોટ નંબર 272 ખાતે આવેલી એન્જલ મોનો ફિલામેન્ટ કંપની પર દરોડો પાડ્યો હતો. આ કંપની પ્લાસ્ટિકના દાણામાંથી ફાઇન ફિલામેન્ટ બનાવવાની આડમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરી રહી હતી. એ સમયે પોલીસે લગભગ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 49 શ્રમિકને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ પોલીસ અને સ્થાનિક લોકોને લાગ્યું હતું કે આ ખતરનાક ધંધો હવે બંધ થઈ ગયો છે, પરંતુ જે ધારણા હતી એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી. છ મહિના પછી સુરત જઘૠને બાતમી મળી કે આ જ જગ્યાએ ફરીથી ચાઈનીઝ દોરીનું ઉત્પાદન શરૂૂ થઈ ગયું છે.

Exit mobile version