Site icon Gujarat Mirror

ગણોદ ગામે 300 વીઘા જમીનમાંથી દબાણોનો સફાયો

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના દિશાનિર્દેશમાં હાલ જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી વેગવંતી બની છે. ત્યારે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવી આશરે રૂૂ. 17 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ અંગે ધોરાજી નાયબ મામલતદાર અંકીતભાઈએ માહિતી આપતા જણાવ્યું છે કે, ઉપલેટા તાલુકાના ગણોદ ગામે આવેલ સરકાર હસ્તકની સર્વે નંબર 784 પૈકી 131 કુલ જમીન હે. 71-72-26 ચો.મી. માંથી હે. 48-01-01 ચો.મી. જમીન પર કુલ 31 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતુ.

જે અન્વયે કલેક્ટર ડો.ઓમ પ્રકાશનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી, ઉ5લેટા દ્વારા દબાણ કેસ ચલાવી અને નિયમાનુંસારની કાર્યવાહી કરાઈ હતી. ત્યારબાદ હુકમ મુજબ દબાણદારોને નોટિસ આપી દબાણ ખુલ્લુ કરવા જણાવવામાં આવ્યું હતું. દબાણકર્તાઓ સમય મર્યાદામાં દબાણ ખાલી ન કરતા ગત રોજ તા.18/02/2026 ના રોજ નાયબ કલેક્ટર, નાગાજણ તરખાલા, ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા તથા નાયબ મામલતદાર, રેવન્યુ સ્ટાફ તેમજ પોલીસની ટીમ મળી કુલ 15 થી વધુ કર્મચારીઓ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.

દબાણ હટાવ કામગીરી માટે ચાર જે.સી.બી., પાંચ રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી 300 વીઘાથી વધુ જમીન પર થયેલું દબાણ દૂર કરી સરકાર હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત આશરે રૂૂ. 17 કરોડથી વધુ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. વધુમાં દબાણકારોને સજા રૂૂપે રૂૂ. 4,42,030 (ચાર લાખ બેતાલીસ હજાર ત્રીસ રૂૂ) નોં દંડ પણ કરવામાં આવેલ છે.

Exit mobile version