Site icon Gujarat Mirror

ઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યા

ઉપલેટા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હાલમાં રેલ્વે પ્લેટફોર્મ એક્સટેન્શન અને બેઠક વ્યવસ્થાના પુન:સ્થાપનનું કામ ચાલી રહ્યું છે. આ સરકારી કામગીરીના સ્થળ પરથી બ્રાન્ડેડ બિયરના ત્રણ ખાલી ટીન મળી આવતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે.

ઘટનાસ્થળે ઉપલેટા રેલ્વે પ્લેટફોર્મના એક્સ્ટેંશનના નિર્માણ માટે રાખવામાં આવેલા માલ-મટીરીયલની પાસે જ આ ખાલી ટીન મળી આવ્યા છે. સ્થાનિકોની શંકા મુજબ, અહીં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા દારૂૂની મહેફિલ માણવામાં આવી હોઈ શકે છે અથવા તો કોઈ અહીં ટીન ફેંકી ગયું હોય તેવું જણાય છે. જો કે અહીંયાના આ નિર્માણ સ્થળ પર જવાબદાર અધિકારીઓની ગેરહાજરી અને બંદોબસ્ત નહીં હોવાથી આ જગ્યા અસામાજિક તત્વોનો જમાવડો થતો હોવાની ફરિયાદો ઉઠી છે. જો આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે તેમ છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પોલીસની રહેમનજર હેઠળ જ આવા નશાના કારોબાર ચાલે છે અને વિતરણ થાય છે અને સપ્લાય પણ થાય છે. અગાઉ પણ ઉપલેટાના વિવિધ વિસ્તારોમાંથી દારૂૂની બોટલો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં યોજાયેલા લોક દરબારમાં પણ પોલીસ દ્વારા ફરિયાદીઓની રજૂઆતો ન સાંભળવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા, જેમાં ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ જ સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધાવી પડી હતી. આ જગ્યા પર તાલુકા શાળા આવેલ છે જેથી તેમાં અભ્યાસ કરતા નાના બાળકો કરે છે.

એક તરફ રાજ્યમાં દારૂૂબંધીના કડક અમલની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ જાહેર વિકાસ કાર્યના સ્થળેથી નશાના પુરાવાઓ મળતા તંત્રની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે. આ ઘટના બાદ હવે પોલીસ અને રેલ્વે તંત્ર બંદોબસ્ત અને અધિકારીઓની ગેરહાજરીના લાભથી આ અડ્ડાઓ અંગે શું તપાસ કરે છે અને જવાબદારો સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

Exit mobile version