Site icon Gujarat Mirror

યુપીના ડે.સી.એમ. કેશવ પ્રસાદના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા. તેઓ લખનૌથી કોસાંબી જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. પરિણામે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. નાયબ મુખ્યમંત્રી લખનૌના લા માર્ટ્સ ગ્રાઉન્ડથી કૌશામ્બી જવા માટે રવાના થયા હતા. ટેકઓફ કર્યાના થોડીવાર પછી હેલિકોપ્ટર કેબિન અચાનક ધુમાડાથી ભરાઈ ગયું અને અચાનક ડિસ્પ્લે બંધ થઈ NF., જેના કારણે અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો.

પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીનેપાયલોટે તાત્કાલિક લખનૌ એટીસીનો સંપર્ક કર્યો અને અમૌસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ, સુરક્ષા અને તકનીકી ટીમોએ તરત જ તેને ઘેરી લીધું અને નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાય છે, જેની તકનીકી નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version