Site icon Gujarat Mirror

હાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇ

જોડિયા અને ખંભાળિયામાં પીજીવીસીએલની 43 ટુકડીઓ દ્વારા 513 જોડાણમાં ચેકિંગ કરાયું

જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ ગઈકાલે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જોડિયા ના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 39.70 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર અને જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથક માથી 44.60 લાખની વીજ ચોરી પકડી પાડી હતી, જે કામગીરી ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી.
જામનગર જિલ્લાના જોડીયા ના ગ્રામ્ય વિસ્તારો તેમજ ખંભાળિયા તાલુકાના વડતરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 10 જવાનો, 29 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફર ને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 513 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા.જેમાં થી 90 વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓ ને કુલ રુ.39.70 લાખ નાં વીજ ચોરી ના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.

Exit mobile version