ગુજરાત
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 52.05 લાખની વીજચોરી પકડાઇ
તહેવારો બાદ વીજ તંત્ર ત્રાટકયું, 86 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ
જામનગર શહેરમાં ખંભાળિયા તેમજ સલાયા પંથકમાં દિવાળીના તહેવાર બાદ આજે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 36 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. અને ચેકિંગ દરમિયાન 86 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 52.05 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે જામનગર શહેરના ગરીબ નગર, બેડેશ્વર, સદગુરુ કોલોની, ધરાર નગર સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ ખંભાળિયા તાલુકા અને સલાયા સહિતના રૂૂરલ એરિયામાં સામુહીક રીતે વિજ ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું.36 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી.
જેના માટે 20 લોકલ પોલીસના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ 531 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 86 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 52.05 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે.