ચૂંટણીની તૈયારીનો ધમધમાટ, કર્મચારીઓને તાલિમ

રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ત્રણેય ચૂંટણીમાં 11 હજારથી પણ વધુ કર્મચારીઓ…

રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ત્રણેય ચૂંટણીમાં 11 હજારથી પણ વધુ કર્મચારીઓ ફરજ બજાવવાના છે જેને લઇ કર્મચારીઓને ટ્રેનિંગ ની કામગીરી પણ શરૂૂ કરી દેવામાં આવે છે અને મહાનગરપાલિકા નગરપાલિકાને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં તમામ કર્મચારીઓને ઇ.વી.એમ અને ચૂંટણી લાગશે તાલીમની શરૂૂઆત થઈ ચૂકી છે.

રાજકોટ મહાનગર 18 વોર્ડ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો, 11 તાલુકા પંચાયતની 202 બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.મતદાન 26 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 7થી સાંજે 6 સુધી થશે. જો જરૂૂર પડે તો પુન: મતદાન 27મી એપ્રિલે થશે. મતગણતરી 28મીએ થશે અને 30મી એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેમાં રાજકોટ જિલ્લાના તાલુકા પંચાયતની બેઠક પર 11 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે ત્યારે મહાનગરપાલિકામાં એક પણ ફોર્મ હજુ સુધી આવ્યું નથી. આવતીકાલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોત પોતાના વિસ્તારમાં ઉમેદવારી ફોર્મ ભરશે.શનિવારે છેલ્લા દિવસે ભાજપના ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે. ગુરુવારે બપોર સુધીમાં 900 જેટલા ફોર્મ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 200 જેટલા ફોર્મ ઉપડ્યા હોવાનો સામે આવ્યો છે.