વેરાવળ-પાટણ ન.પા.ની ચૂંટણી અંગે કોર્ટમાં ઈલેકશન પીટીશન

વેરાવળ-પાટણ નગરપાલિકા ની ચૂંટણીમાં વોર્ડ નં. 7 તથા 8 માં ચૂંટણી પ્રક્રિયા અંગે કોર્ટમાં ઇલેકશન પીટીશન દાખલ કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો…

વેરાવળ-પાટણ નગરપાલિકા ની ચૂંટણીમાં વોર્ડ નં. 7 તથા 8 માં ચૂંટણી પ્રક્રિયા અંગે કોર્ટમાં ઇલેકશન પીટીશન દાખલ કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરવામાં આવી રહેલ છે.

આ અંગે વોર્ડ નં. 8 ના કોગ્રેસના ઉમેદવાર સંગીતાબેન ચાંડપા, વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિરેનભાઈ બામરોટિયા સહિતનાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવેલ કે, નગરપાલિકાની ચૂંટણી દરમ્યાન ભાજપ તરફે વોર્ડ નં 8 ના અનુસૂચિત જાતિ ની સ્ત્રી માટે અનામત બેઠક પર ઉમેદવાર કરેલ જે તા.11/04/2026 ની સ્થિતિએ ફોર્મ રજૂ કરવાની આખરી તારીખ સુધી તેમનું નામ આખરી મતદાર યાદીમાં ના હોય તેમ છતાં કાયદા ને નેવે મૂકી મતદાર યાદીમાં નામ ઉમેરવા નો હુકમ કરી ફોર્મ માન્ય કરેલ હોવાનું જણાવેલ છે.

આ અંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સંગીતાબેન જેઠાભાઈ ચાંડપા દ્વારા લેખિત-મૌખિક રજૂઆત કરેલ ત્યારબાદ વેરાવળની કોર્ટમા ઇલેક્શન પીટીશન દાખલ કરી આ ઉમેદવારી રદ્દ કરવાની માંગણી કરી હતી.
આ ઉપરાંત વોર્ડ નં.7 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવારી કરનાર હિમાલય હરસુખભાઈ ભીમજીયાણી દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તથા ઇલેક્શન ટ્રીબ્યુનલ વેરાવળ સમક્ષ ઇલેક્શન પિટિશન દાખલ કરી ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરેલ છે.

આ કેસમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગીર સોમનાથ જીલ્લા કલેકટર, વેરાવળ-પાટણ નગર પાલિકા ચૂંટણી અધિકારી તથા નાયબ કલેક્ટર સાથે વોર્ડ નં. 7 ના વિજેતા જાહેર થયેલા ઉમેદવારો અને અન્ય એક ઉમેદવારને સામાવાળા તરીકે જોડવામાં આવ્યા છે. અરજદારનો મુખ્ય આક્ષેપ છે કે તેમણે કોંગ્રેસ તરફથી સામાન્ય બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવા છતાં ચૂંટણી અધિકારીએ સામાન્ય બેઠક માટે અન્ય ઉમેદવારનું ફોર્મ પહેલેથી રજૂ થયું હોવાનું કારણ આપ્યું હતું, પરંતુ અરજદારનો દાવો છે કે સામાન્ય વર્ગની અન્ય બેઠક ખાલી હોવા છતાં તેનું ફોર્મ ઇરાદાપૂર્વક રદ કરાયું હોવાનું જણાવ્યું હતું.