Site icon Gujarat Mirror

ચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોત

જસદણના ગોંડલાધારની પરિણીતાનો રાજકોટમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ

ચોટીલા તાલુકાનાં ભીમગઢ ગામે રહેતા પ્રૌઢાનુ સર્પ દંશથી મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. ચોટીલાના ભીમગઢ ગામે રહેતા ગૌરીબેન મનસુખભાઇ ધરેજીયા (ઉ.વ. પ0) પોતાની વાડીએ હતા ત્યારે બપોરનાં અરસામા સાપે ડંખ મારતા તાત્કાલીક સારવાર માટે કુવાડવા બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા વૃધ્ધાનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. બીજા બનાવમા જસદણ તાલુકાનાં ગોંડલાધાર ગામે રહેતી કિરણબેન શંકરભાઇ માનકોલીયા નામની (ર8) વર્ષની પરીણીતા રાજકોટમા ન્યારી ડેમ પાસે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરીણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

Exit mobile version