Site icon Gujarat Mirror

દ્વારકાના વરવાળા નજીક હાઇવે પર ગાય સાથે બાઇક ટકરાતાં વૃધ્ધાનું મૃત્યુ

દ્વારકા – ઓખા હાઈવે પર વરવાળા નજીક ગતસાંજે રોડ પર અચાનક ગાય આવી જતાં અંધારામાં દોડી આવેલ ગાય રોડની વચ્ચોવચ્ચ ઊભી રહી જતાં બાઈક પર જતાં સુરજકરાડીના માતા-પુત્ર ગાય સાથે અથડાઈ પડતા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ સુરજકરાડીના સીનીયર સીટીઝન મહિલાનું મૃત્યુ નિપજતાં અરેરાટી ફેલાઈ છે. સુરજકરાડીના ઉદ્યોગનગરમાં રહેતા ભાર્ગવભાઈ જયંતીલાલ તન્ના નામના યુવાન ગત સાંજે તેમના માતા પ્રવિણાબેન તન્ના (ઉ.વ.64) સાથે દ્વારકાથી પરત સુરજકરાડી જવા બાઈક પર નિકળ્યા હતા.

જેઓ વરવાળાથી થોડે દૂર એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે અંધારામાં એક ગાય અચાનક દોડી રોડ પર આવી જતાં તેની સાથે બાઈક ટકરાઈ પડેલ જેના પગલે માતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા. અકસ્માતમાં માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામતા પ્રવિતાબેનનું મૃત્યુ નિપજયુ હતું જ્યારે ભાર્ગવભાઈને ઈજા પહોંચી હતી. સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પીટલે ખસેડાયા બાદ રાત્રે ભાર્ગવભાઈના નિવેદન પરથી દ્વારકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા પંથકમાં જાહેર રસ્તા પર રખડતા પશુઓને લીધે એકથી વધુ ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં બની હોય ત્યારે વહીવટી તંત્ર આવા બનાવોથી શીખ લઈ નોંધનીય કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારકા સર્કિટ પર પ્રવાસનને વેગ આવા કરોડો રૂૂપિયાના ખર્ચે યાત્રીકોની સુખ સુવિધા અને સલામતી માટે ખર્ચ કરી રહી છે ત્યારે આ વિસ્તારમાં રખડતા પશુઓને સલામત સ્થળે ખસેડવા નકકર આયોજન કરે તે જરૂૂરી જણાય છે.

Exit mobile version