પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત

મોચી બજારમાં બહેનના ઘરે જતાં જંગલેશ્ર્વરના વૃધ્ધાને કાળ ખેંચી ગયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધા મોચીબજારમાં રહેતાં બહેનના ઘરે જતાં હતાં ત્યારે પરેવડી ચોક પાસે…

મોચી બજારમાં બહેનના ઘરે જતાં જંગલેશ્ર્વરના વૃધ્ધાને કાળ ખેંચી ગયો

શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધા મોચીબજારમાં રહેતાં બહેનના ઘરે જતાં હતાં ત્યારે પરેવડી ચોક પાસે રોડ ક્રોસ કરતી વખતે એસ.ટી.બસના ચાલકે ઠોકરે ચડાવ્યા હતાં. જે અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. વૃધ્ધાના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્ર્વરમાં આવેલા હુસેની ચોકમાં રહેતાં હલુબેન અબ્દુલભાઈ ચાવડા (ઉ.70) બપોરના એકાદ વાગ્યાના અરસામાં મોચી બજારમાં રહેતાં તેમના બહેન રોશનબેનના ઘરે જતાં હતાં ત્યારે પારેવડી ચોક પાસે રોડ ક્રોસ કરતી વખતે એસ.ટી.બસના ચાલકે ઠોકરે ચડાવ્યા હતાં.

એસ.ટી.બસનું વ્હીલ માથે ફરી વળતાં વૃધ્ધાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં જેમને સારવાર કારગત નિવડે તે પૂર્વે હલુબેન ચાવડાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ અંગે બી-ડીવીઝન પોલીસે એસ.ટી.બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.