સંકલ્પ સિધ્ધ હાઇટ્સમાં ચુલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનું મોત

યુનિવર્સિટી રોડ પર સંકલ્પ સિધ્ધ હાઇટસમા ચા બનાવતી વેળાએ ચૂલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનુ સારવાર દરમિયાન મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ સંકલ્પ સિધ્ધ…

યુનિવર્સિટી રોડ પર સંકલ્પ સિધ્ધ હાઇટસમા ચા બનાવતી વેળાએ ચૂલાની ઝાળે દાઝી જતાં વૃધ્ધાનુ સારવાર દરમિયાન મોત નીપજયું છે.

જાણવા મળતી વિગત મુજબ સંકલ્પ સિધ્ધ હાઇટસ ફલેટ નં ર03 મા રહેતા કેશરબેન નાથાભાઇ ભરડવા (ઉ.વ. 90) નામના વૃધ્ધા ગઇકાલે સાંજે પોતાના ઘરે ચા બનાવતા હતા ત્યારે ચૂલાની ઝાળે દાઝી જતા તેમને ગંભીર હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નીપજયુ છે.

આ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમા મૃતક વૃધ્ધાના પતિ હયાત નથી તેમને સંતાનમા બે પુત્ર અને ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યું છે.