Site icon Gujarat Mirror

પરાપીપળિયામાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોત

 

શહેરમા જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા વૃધ્ધાનુ ઝેરી જનાવર કરડી જવાથી બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. વૃધ્ધાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા નિર્મલાબેન નરભેગરભાઇ ગોસાઇ નામનાં 66 વર્ષના વૃધ્ધા સંધ્યા ટાણે ઘરે હતા ત્યારે ઝેરી જનાવરે ડંખ મારતા ઝેરી અસર થઇ હતી.

વૃધ્ધાને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજયુ હતુ.
અન્ય બનાવમા દેવપરા મેઇન રોડ પર જંગલેશ્ર્વર ઝુપડપટ્ટીમા રહેતી જોશનાબેન ધનજીભાઇ વાઘેલા નામની 1પ વર્ષની સગીરા અને હરીઘવા મેઇન રોડ પર ભવનાથ પાર્કમા ભાવીન પ્રકાશભાઇ મહેતા નામના 3ર વર્ષના યુવકનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version