સિવિલ હોસ્પિટલમાં ખાડાના કારણે વૃધ્ધ દર્દી ગડબી પડયા

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં રહેલા મસમોટા ખાડાઓના કારણે અવાર નવાર સ્ટ્રેચર અને વ્હિલચેરમાંથી દર્દીઓ ગબડી પડે છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા રિપેર…

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં રહેલા મસમોટા ખાડાઓના કારણે અવાર નવાર સ્ટ્રેચર અને વ્હિલચેરમાંથી દર્દીઓ ગબડી પડે છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા રિપેર કરાતા નથી. આજે પણ ઇમર્જન્સી વોર્ડ પાસે પોલીસ ચોકી સામે રહેલા ખાડાના કારણે વ્હિલચેર ઉપરથી એક વૃધ્ધ દર્દી ગબડી પડયા હતા. આ ઘટના પરથી હોસ્પિટલ તંત્ર ધડો લ્યે તેવી માંગ ઉઠી છે. (તસવીર: મુકેશ રાઠોડ)