Site icon Gujarat Mirror

હુડકો ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધે દમ તોડયો

શહેરમા હુડકો ચોકડી પાસે પાંચ દીવસ પુર્વે કારખાને જતા વૃધ્ધ રસ્તો ઓળંગી રહયા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા વૃધ્ધે સારવારમા દમ તોડતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલ રાધા પાર્કમા રહેતા રમેશભાઇ ખીમજીભાઇ મારૂ નામનાં 62 વર્ષનાં વૃધ્ધ પાંચ દિવસ પુર્વે કોઠારીયા રોડ પર હુડકો ચોકડી નજીક કારખાને જતા હતા.

ત્યારે રસ્તો ઓળંગતા હતા. તે દરમ્યાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયા સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

Exit mobile version