જામનગરના ભરતપુરમાં ઘેટા-બકરા ચરાવવા મુદ્દે વૃધ્ધ ઉપર હુમલો

જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં 83 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની…

જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં 83 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની પેથાભાઇ ભરવાડ અને નોંધાભાઈ ભરવાડ નામના બે શખ્સો વૃદ્ધની વાડીમાં ઘેટાં-બકરાં ચરાવવા માટે આવ્યા હતા. વૃદ્ધે તેમને ના પાડતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો.
એક આરોપીએ વૃદ્ધના પેટમાં લાત મારતા તેઓ જમીન પર પડી ગયા હતા. દરમિયાન વૃદ્ધના પૌત્રો પહોંચી જતા હુમલો અટક્યો હતો. જતાં જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

ઠેબા ગામે મારામારી
જામનગર તાલુકાના ઠેબા ગામમાં થયેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિને માથામાં તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે પેથાભાઇ ભરવાડ સામે ગુનો નોંધ્યો છે. ભરતપુર ગામે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ફરિયાદી રવજીભાઈ કલાભાઈ સદાદીયા ઉંમર વર્ષ (83)કે જેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી મારકૂટ શરૂૂ કરી હતી.

દરમિયાન ફરિયાદી વચ્ચે પડી છોડાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના માથામાં ટાંકા લેવા પડે તેવી ઇજા તેમજ હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું નોંધાયું છે. પોલીસે આરોપીઓ સામે મારામારી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.