ધારીના ઈંગોરાળામાં વૃધ્ધ ઉપર ભાઈ અને પોલીસમેન ભત્રીજાનો હુમલો

ધારીના ઈંગોરાળા ગામે મારા શેઢામાં તમારે નહીં આવવાનું તેમ કહી વૃધ્ધ ઉપર ભાઈ અને પોલીસમેન ભત્રીજાએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર…

ધારીના ઈંગોરાળા ગામે મારા શેઢામાં તમારે નહીં આવવાનું તેમ કહી વૃધ્ધ ઉપર ભાઈ અને પોલીસમેન ભત્રીજાએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધારી તાલુકાના ઈંગોરાળા ગામે રહેતાં કનુભાઈ નાનકભાઈ ખાચર નામના 63 વર્ષના વૃધ્ધ નવેક વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે તેના મોટા ભાઈ ભગુભાઈ ભત્રીજા શિવરાજ અને ભાવેશે પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં કનુભાઈ ખાચર ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ છે અને તેઓ નિ:સંતાન છે. કનુભાઈ ખાચરના ભત્રીજા શિવરાજ ખાચર પોલીસમાં છે જ્યારે બીજા ભત્રીજા ભાવેશે પીએસઆઈની પરીક્ષા પાસ કરેલી છે. ભાઈ અને ભત્રીજાએ મારા શેઢામાં તમારે નહીં આવવાનું તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ચલાલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.