માણાવદરના વેરવા ગામના વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોત

મોરબી અને માળીયાહાટીના પંથકમાં બે યુવાન પટકાતા સારવારમાં ખસેડાયા માણાવદરના વેરવા ગામે રહેતાં વૃધ્ધ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં ત્યારે બાઈક…

મોરબી અને માળીયાહાટીના પંથકમાં બે યુવાન પટકાતા સારવારમાં ખસેડાયા

માણાવદરના વેરવા ગામે રહેતાં વૃધ્ધ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

જાણવા મળતી વિગત મુજબ, માણાવદરનાં વેરવા ગામે રહેતાં વાલાભાઈ નાથાભાઈ કાનગડ નામના 60 વર્ષના વૃધ્ધ ગત તા.23નાં રોજ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે વૃધ્ધે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં આવેલા વિજયનગરમાં દિનેશભાઈ લાલજીભાઈ રાઠોડ (ઉ.42) અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયા હતાં. જ્યારે માળીયાહાટીનાના આંબરગઢ ગામે રહેતા રોહિત ભીમભાઈ મદેડા (ઉ.35) ગઢાળી ગામે ભરતભાઈના ખેતરે કામ કરતો હતો ત્યારે એકાદ માળની ઉંચાઈએથી નીચે પટકાયો હતો. બન્ને યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.