પુત્રની બીમારીથી વ્યથિત વૃધ્ધ પિતાનો આપઘાત

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પોલાભાઈ કારાભાઈ ગામી નાના 80 વર્ષના વૃદ્ધએ ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું…

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પોલાભાઈ કારાભાઈ ગામી નાના 80 વર્ષના વૃદ્ધએ ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતકના પુત્રને છેલ્લા આશરે દસેક વર્ષથી કેન્સરની ગંભીર બીમારી હોય અને આ બીમારીનું બે વખત ઓપરેશન કરવામાં આવ્યું હોવા છતાં પણ તેને સારું થતું ન હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર રામાભાઈ પોલાભાઈ ગામી (ઉ.વ. 41, રહે. રાવલ) એ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

દ્વારકાનો ભરણ પોષણ કેસનો આરોપી ઝડપાયો
દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા કરણ દેસુરભાઈ ખેંગારભાઈ નામના 25 વર્ષના શખ્સ સામે ઓખાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ નોંધાયો હતો. જેમાં ઉપરોક્ત આરોપીને ચૂકવવાની થતી રૂૂપિયા 37,000 ની રકમ આ શખ્સ ચૂકવવામાં નિષ્ફળ જતાં અદાલતે આરોપીને 180 દિવસની સાદી કેદની સજા ફટકારી અને સજા વોરંટ ઇસ્યુ કર્યું હતું. પરંતુ ઉપરોક્ત શખ્સ સજાથી બચવા માટે નાસતો ફરતો હોય, જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરની બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને આરંભડા વિસ્તારના ચોપગી રોડ પરથી ઝડપી લઇ, વધુ કાર્યવાહી અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા અને પી.એસ.આઈ. ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.